14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSad demised of Lilaben Rameshbhai Patel of Ishrama 2 months ago
  • NewsSad Demise of Kanubhai Mangalbhai Patel of Bhatial 3 months ago
  • NewsSad Demise of Shri Gautambhai Dhurabhai Patel of Bhavanipura 7 months ago
  • NewsSad Demise of Kantibhai Chhotabhai Patel Rupiapura 7 months ago
  • NewsSummer Picnic 2019 by Rupiapura Patidar Samaj of USA 8 months ago
  • NewsSad Demise of Ronak Vimal Patel of Davalpura 10 months ago
  • NewsSad Demise of Rita (Sonal) Dilip Gandhi 1 year ago
  • NewsSad Demise of Maganbhai Haribhai Patel of Vishrampura 1 year ago
  • NewsSummer Picnic 2018 By Bhatiel Patidar Samaj of USA 1 year ago
  • NewsSad Demise of Hitesh Patel Davalpura 1 year ago
  • NewsSad Demise of Shri Neil Bharatbhai Khodabhai Patel of Shahpur 1 year ago
  • NewsSad Demise of Dineshbhai Vitthalbhai Patel of Rangaipura 2 year ago
Home » Society » Asia's No 1 Village with 11K population with 11 Million 11 Crore in Bank

Asia's No 1 Village with 11K population with 11 Million 11 Crore in Bank

2014-12-17 | Posted by Hetal Patel | 1 comments |
4.00 stars - 1 reviews

Asia's No 1 Village with 11K population with 11 Million 11 Crore in Bank

By Hetal Patel

વસતિ 11 હજાર, બેંકની શાખા 13, ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ, ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ, &
માત્ર 17 હેકટરના ક્ષેત્રફળમાં વસેલાં અને 11,333ની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઇઝ, પ્રાઇવેટ અને કો.ઓપરેટિવ સહિતની 13 બેંકની શાખાઓ ધમધમી રહી છે. આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. અલબત્ત, ઇન્વેસ્ટર્સનું ગામ એટલે પેરિસ તરીકે ઓળખાતું આણંદનું ધર્મજ. દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બની રહ્યું છે.

ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959માં 18મી ડિસેમ્બરે દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરવામાં આવી હતી. હાલમાં ગામમાં 13 બેંકની શાખા ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે. ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશ ગમનની શરૂઆત થઇ હતી. મોટાભાગના લોકો આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓને વર્ષ 1968માં આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને પહેરેલાં વસ્ત્રોમાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવું પડ્યું હતું. આફ્રિકામાં જહોજલાલીમાં રહેલાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારોએ વતનમાં થોડીઘણી બચત કરવા પ્રેરાયાં હતાં.

Dharamaj No 1 Vilalge of Asiaધર્મજ આવે એટલે સ્થાનિક બેંકમાં અમુક રકમની ડિપોઝીટ કરીને જવાનો એક ટ્રેન્ડ શરૂ થયો. વિદેશના જુદાં જુદાં દેશોમાં ધર્મજના 3100 ઉપરાંત પરિવારો સ્થાયી થયેલાં છે. જેમાંથી 1500થી 2000 ધર્મજિયન્સ દર વર્ષે વતન આવે છે. એનઆરઆઇ અને સ્થાનિક સુખી, સમૃદ્ધ પરિવારો દ્વારા બચતનું બેંકમાં થતું મોટાપાયે રોકાણના કારણે ઇન્વેસ્ટર્સનું ગામ બની રહ્યું છે. ધર્મજ ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બેંકની ડિપોઝીટ મળીને કુલ 1300થી 1400 કરોડની આસપાસની ડિપોઝીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંકમાં અેનપીએ 0 ટકા છે. બેંકમાં લોન મેળવનારની સંખ્યા ઘણી જ ઓછી છે.

એક હજાર કરોડનું ગામ એટલે ધર્મજ!

  • માત્ર 11,332ની વસતિ ધરાવતાં ગામમાં ધમધમતી 13 બેંક
  • વર્ષ 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા શરૂ થઈ હતી    
  • આટલાં નાના ગામમાં એનઆરઆઇ ડિપોઝીટ એક પછી એક બેંકની શાખાઓ શરૂ થવા માટેનું સૌથી મોટું પરિબળ
  • રાષ્ટ્રીયકૃત બેંકથી લઈને ખાનગી ક્ષેત્રની મોટી બેંકની પણ ગામમાં હાજરી

ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ

ધર્મજમાં આવેલી વિવિધ બેન્કની શાખામાં ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એ મુજબ સરેરાશ દરેક બેંકમાં રૂ.125 કરોડની ડિપોઝીટ ગણવામાં આવે તો ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ થાય છે.

 

 

Banks in Dharmaj

 

  • દેના બેંક
  • બેંક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ બરોડા
  • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)
  • અલ્હાબાદ બેંક
  • કેનેરા બેંક
  • આઇસીઆઇસીઆઇ
  • ઇન્ડસઇન્ડ બેંક
  • એચડીએફસી બેંક
  • પંજાબ નેશનલ બેંક
  • કોર્પોરેશન બેંક
  • ધી ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ

ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ

ધર્મજના અગ્રણી રાજેશ પટેલે જણાવ્યું હતું કે ‘ગામમાં વસતાં પરિવારોની સરખામણીમાં વિદેશમાં સ્થાયી થયેલાં ધર્મજના પરિવારોની સંખ્યા વધુ છે. ગામમાં 2770 પરિવારો વસે છે અને વસતિ 11,333 છે. જેની સરખામણીમાં યુ.કે.માં 1700, યુએસએમાં 700, ઓસ્ટ્રેલિયામાં 300, ન્યુઝીલેન્ડમાં 50, આફ્રિકામાં 150 અને કેનેડામાં 200 ઉપરાંત ધર્મજનાં પરિવારો સ્થાયી થયેલાં છે. વિદેશમાં સ્થાયી પરિવારોમાંથી દર વર્ષે 1500થી 2000 ધર્મજિયનો વતન આવે છે.’

વતનમાં પણ થોડું રોકાણ જરૂરી

‘વિદેશમાં સ્થાયી થયાં છતાં વતનમાં પણ થોડીઘણી મૂડી અને રોકાણ કરવું જરૂરી હોય છે. આ ઉપરાંત વિદેશ કરતાં ભારતની બેંકના વ્યાજ દર થોડાં ઊંચા હોય છે. જેથી ધર્મજ આવીએ ત્યારે સ્થાનિક બેંકમાં થોડીઘણી બચતનું રોકાણ કરીને જઇએ છીએ.’ - સંધ્યાબહેન પટેલ, ધમર્જિયન, હાલ કેનેડા.

બિઝનેસ સેન્ટર બન્યું


‘એનઆરઆઇ ગામ છે, જેથી બેંકિગ ક્ષેત્રે બિઝનેસ સેન્ટર બન્યું છે. બેંકની શાખાઓ શરૂ થવા પાછળનું મુખ્ય કારણ ડિપોઝીટ અને કેપિટલ છે. આરબીઆઇના નિયમોનુસાર બેંકમાં એનઆરઆઇ વિદેશી ચલણમાં પણ ફંડનું રોકાણ કરી શકે છે.’ - અરવિંદભાઇ વાઘેલા, સિનિયર બ્રાન્ચ મેનેજર, દેના બેંક.

એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ

‘ધર્મજ ગામના મોટા ભાગના પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ગામમાં બેંકોની શાખાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એનઆરઆઇ ડિપોઝીટ છે. ડિપોઝીટ કલેક્શનમાં ધર્મજની બેંકો અગ્રેસર રહી છે.’ - અધિકારી, ધી ધર્મજ કો.ઓપરેટિવ બેંક.

ધર્મજમાં એનપીએ 0 ટકા

‘બેંક ઓફ બરોડાની ધર્મજ શાખામાં 8100 ખાતેદારો છે, જે પૈકી 65 એનઆરઆઇ ખાતેદારો છે. અહીં ડિપોઝીટના પ્રમાણમાં લોનનું પ્રમાણ નહિંવત છે. તેમજ એનપીએ(નોન પરફોર્મિગ અસેટ) 0 ટકા છે. મોટાભાગના લોકો એગ્રિકલ્ચર લોન માટે જ આવે છે.’ - કુમાર ચંચલ, બ્રાન્ચ મેનેજર, બેંક ઓફ બરોડા.

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • View Comment
  • Look Up
  • Facebook Comments
  •  Mitapatel
    Mitapatel
    Carolsteam Ill60188
    Rating: 4/5

    Mitapatel posted on 9/16/2016 5:54:50 PM

    yes, pate email me mita patel   Post your detail to view contact information .
     
    Like[0]
1 of 1 1

If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.

CAPTCHA image - Can't read it?

Society

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Chh Gam Patel-Patidar Samaj

    Chh Gam Patel-Patidar Samaj

    12 December 2019 | 99056 views |
  • Moti Sattavis-SatyavisPatidar Samaj

    Moti Sattavis-SatyavisPatidar Samaj

    11 December 2019 | 35319 views |
  • Charotar Patel-Patidar Samaj

    Charotar Patel-Patidar Samaj

    11 December 2019 | 55605 views |
  • Nar Patel-Patidar Samaj

    Nar Patel-Patidar Samaj

    11 December 2019 | 17902 views |
  • Panch Gaam Patidar Samaj

    Panch Gaam Patidar Samaj

    11 December 2019 | 22952 views |
  • Dharmaj Patidar Samaj

    Dharmaj Patidar Samaj

    11 December 2019 | 19041 views |
  • Old 1876 Bavis Gam Patidar Samaj

    Old 1876 Bavis Gam Patidar Samaj

    12 December 2019 | 43481 views |
  • Bhadran Gam Patel-Patidar Samaj

    Bhadran Gam Patel-Patidar Samaj

    11 December 2019 | 11498 views |
  • Balisana Patidar Samaj

    Balisana Patidar Samaj

    10 December 2019 | 6785 views |
  • Fourteen Gam Patidar Samaj

    Fourteen Gam Patidar Samaj

    10 December 2019 | 14194 views |
  • Patan 5 Panch Gam Patidar Samaj

    Patan 5 Panch Gam Patidar Samaj

    11 December 2019 | 40338 views |
  • Sojitra

    Sojitra

    10 December 2019 | 38301 views |
  • Manund Patan Gujarat

    Manund Patan Gujarat

    11 December 2019 | 8796 views |
  • Nani Satyvis 18 Gam Patidar Samaj

    Nani Satyvis 18 Gam Patidar Samaj

    11 December 2019 | 15808 views |
  • Sattar (17) Gam Patidar Samaj

    Sattar (17) Gam Patidar Samaj

    11 December 2019 | 42420 views |
  • New (1930) Bavis Gam Old (1902) Nav Gaam

    New (1930) Bavis Gam Old (1902) Nav Gaam

    11 December 2019 | 36498 views |
  • Charotar Patel Samaj

    Charotar Patel Samaj

    11 December 2019 | 4984 views |
  • Devataj - 17 Gam Patidar Samaj

    Devataj - 17 Gam Patidar Samaj

    10 December 2019 | 4994 views |
  • Sat Gam Patidar Samaj

    Sat Gam Patidar Samaj

    10 December 2019 | 9284 views |
  • Nadiad

    Nadiad

    10 December 2019 | 39653 views |
  • Bhavanipura - 14gam patidar samaj

    Bhavanipura - 14gam patidar samaj

    11 December 2019 | 33429 views |
  • Anklav Gaam-Gam Patel-Patidar Samaj

    Anklav Gaam-Gam Patel-Patidar Samaj

    12 December 2019 | 8939 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.