Treatment for Dengue Fever

4.29 stars - 286 reviews
ડેંગ્યુ ફિવરનો રામબાણ ઇલાજ કુદરતે આપેલો છે...


આપણા શરીરમાં રહેલા વિચિત્ર આકાર ધરાવતા આ કોષ ઇજા થાય ત્યારે લોહીને ગંઠાઇ જવામાં સહાય કરે છે. એને તબીબી ભાષામાં પ્લેટલેટ્સ કહે છે
ભારતીય લશ્કરમાં બ્રિગેડિયર જેવા મહત્ત્વના સ્થાન પર ફરજ બજાવતા એક ફૌજી અધિકારી બ્રિગેડિયર વી ત્યાગરાજને તાજેતરમાં પોતાના એક દોસ્તને થયેલો અનુભવ દક્ષિણ ભારતના અખબારમાં તંત્રીને પત્ર રૂપે લખ્યો હતો. આ પત્ર દેશના લાખો ડેંગ્યુ રોગીઓ માટે વરદાન રૂપ સાબિત થાય એવો છે. હાલ દેશના ખૂણે ખૂણે ડેંગ્યુ ફિવર હાહાકાર મચાવી રહ્યો છે.


રવિવાર, પાંચ સપ્ટેંબરના અખબારી રિપોર્ટ પ્રમાણે એકલા પાટનગર દિલ્હીમાં સવા બારસો કેસ ડેંગ્યુના નોંધાયા હતા. મોટા ભાગના ડૉક્ટર્સ એવો અભિપ્રાય ધરાવે છે કે ડેંગ્યુ ફિવરની કોઇ ચોક્કસ સારવાર નથી. રોગીના શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધે એવાં એન્ટિબાયોટિક્સ અમે આપીએ છીએ. પરંતુ અમુક તમુક ઔષધ આપવાથી ડેંગ્યુ ફિવર નષ્ટ થાય અથવા રોગી સારો થઇ જાય એવી સારવાર ઉપલબ્ધ નથી. આ સંદર્ભમાં બ્રિગેડિયર ત્યાગરાજને લખેલો અનુભવ દરેકને અચૂક ઉપયોગી નીવડશે. એમણે લખ્યું છેઃ એક દોસ્તના પુત્રને ડેંગ્યુ ફિવર થયો હતો અને એ હૉસ્પિટલના આઇસીયુમાં ગંભીર સ્થિતિમાં હતો. પંદર લિટર લોહી ચડાવ્યા પછી પણ એ છોકરાના પ્લેટલેટ્સ ભયજનક રીતે ઘટી રહ્યા હતા. ( આપણા શરીરમાં રહેલા વિચિત્ર આકાર ધરાવતા આ કોષ ઇજા થાય ત્યારે લોહીને ગંઠાઇ જવામાં સહાય કરે છે. એને તબીબી ભાષામાં પ્લેટલેટ્સ કહે છે. એની સંખ્યા ઘટી જાય ત્યારે પેશન્ટ પર જાનનું જોખમ વધી જાય.) આ છોકરાના શરીરમાં પંદર લિટર લોહી બહારથી ચડાવ્યા પછી પણ એના પ્લેટલેટ્સની સંખ્યા ઘટીને ફક્ત પિસ્તાલીસની થઇ ગઇ હતી. માતાપિતા રડું રડું થઇ ગયાં હતાં. ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં. પેશન્ટ બાળકની સાથે સ્કૂલમાં ભણતા એક બાળગોઠિયાના ગ્રામવાસી પિતાએ ઉપાય બતાવ્યો. ડૂબતો માણસ તરણું ઝાલે એમ બીમાર બાળકનાં માતાપિતાએ ડૉક્ટરની રજા લઇને આ ઇલાજ અજમાવ્યો. પપૈયાના ઝાડના ફક્ત બે પાન લઇ, એને સાદા પાણીથી ધોઇને એનો રસ કાઢીને સુતરાઉ કપડાથી ગાળીને (દેશી ભાષામાં કપડછાણ કરીને) બીમાર બાળકને પીવરાવ્યો. તમે માનશો, ગણતરીના સમયમાં પેલા બાળકના પ્લેટલેટ્સ વધીને ૧૩૫ થઇ ગયા. તાવ ઊતરી ગયો. ફરજ પરના ડૉક્ટર્સ અને નર્સને નવાઇ લાગીઃ આ તે કેવો ચમત્કાર ! બીજે દિવસે પણ બાળકને પપૈયાના બે પાનનો રસ પાયો અને એ પછીના થોડા કલાકોમાં ડૉક્ટરે પેશન્ટને ડિસચાર્જ ઑર્ડર આપી દીધો. છોકરો પૂરેપૂરો સારો થઇ ગયો.ન સમજાયું હોય તો ફરી વાંચજો.
 
પપૈયાના માત્ર બે પાન. વઘુ નહીં. એને સાદા પાણીથી ધોવાના. ગરમ પાણીમાં નહીં. ઊકાળવાના નહીં. સાવ સાદા પાણીમાં ધોઇને એને છૂંદી નાખીને એનો રસ કાઢવાનો. એકાદ ચમચી જેટલો નીકળશે. એને સ્વચ્છ સુતરાઉ કપડાથી ગાળી લઇને પેશન્ટને પીવડાવી દેવાનો. અહીં એક વાત યાદ રહે, પપૈયું સ્વાદમાં ભલે ગળ્યું લાગે, એના પાનમાં ભયંકર કડવાશ હોય છે. એનો રસ પીધા પછી પેશન્ટને થોડીવાર કંઇ આપવાનું નહીં. ચોવીસ કલાકમાં માત્ર એકવાર આ રસ આપવાનો.

Post/View Comment