આઝાદી કેરી રણભેરી બજી
આઝાદી કેરી રણભેરી બજી
By Hetal Patel
આઝાદી કેરી રણભેરી બજી
સત્યાગ્રહને સથવારે રે, આઝાદી કેરી રણભેરી બજી,
અહિંસાને આધારે રે, આઝાદી કેરી રણભેરી બજી.
સુકલકડીમાં એવી શૂરતા ભરી,
અંગ્રેજ વિલાયત ભાગે રે, આઝાદી કેરી રણભેરી બજી.
ટુંકી પોતડી પ્રેમે અપનાવી ,
રેટિયા કેરા રણકારે રે, આઝાદી કેરી રણભેરી બજી.
બારડોલીએ તો દીધા ડોલાવી,
સરદાર શા શુરવીરે રે, આઝાદી કેરી રણભેરી બજી.
લાલ ગુલાબ તો રહ્યું છે શોભી,
જવાહર જેવા હીરે રે, આઝાદી કેરી રણભેરી બજી.
આઝાદ હિન્દ ફોજના લલકારે,
સુભાષચંદ્રની હાંકે રે, આઝાદી કેરી રણભેરી બજી.
લાલાજી, સુખદેવ ને ભગત સાથે,
શહીદો કેરી શહાદતે રે, આઝાદી કેરી રણભેરી બજી.
નામી અનામી શહીદોની સાખે,
રણબંકાની રણહાંકે રે, આઝાદી કેરી રણભેરી બજી.
ઓગષ્ટ માસે ને પંદરમીએ રાત્રે,
આઝાદી ઉજાસ આકાશે રે, આઝાદી કેરી રણભેરી બજી.
નવયુવાનો હવે સંકલ્પ જ કરો,
જગત જાગે ત્રિરંગાના સાદે રે, આઝાદી કેરી રણભેરી બજી.
"સ્વપ્ન" જેસરવાકર ( ગોવિંદ પટેલ)
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 33891 views | -
Jay Jay Garvi Gujarat
| 33081 views | -
ગુરુ પૂર્ણિમા
| 79495 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 17773 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 14348 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 7666 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 9773 views | -
ફક્ત વચનની જરૂર
| 5645 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 5015 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6887 views | -
Manmohan darshan aape
| 4904 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 7669 views | -
પડકાર કરો
| 7256 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 7204 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 5285 views | -
Gujarati Sher
| 8025 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 6972 views | -
ભારત માતાની સ્તુતિ
| 5450 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 7305 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 5715 views | -
ભારતની ગૌરવ ગાથા
| 10293 views |
Recent Comments