14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
Latest News
  • NewsSummer Picnic 2025 Hosted by Gorel and Jeserva 9 months ago
  • NewsSad Demise of Shrimati Maniben Manubhai Patel of Gorel 11 months ago
  • NewsSad Demise of Shantaben A Patel 1 year ago
  • NewsFuneral Ceremony of late shri Vinodbhai Patel 1 year ago
  • NewsSad Demise of Shri Jashwantbhai Harmandas Patel of Santokpura 1 year ago
  • NewsSad Demise of Shri Ishvarbhai Babubhai Patel Ishrama 1 year ago
  • NewsSudden Sad Demise of Shri Piyushbhai Ishwarbhai Patel of Israma 2 year ago
  • NewsSad Demise of Shri Kanubhai Ranchhodbhai Patel of Ishrama 2 year ago
  • NewsSad Demise of Bipinbhai C Patel USA of Rangaipura 2 year ago
  • NewsSummer Picnic 2023 By 14Gaam Ishrama Patidar Samaj Of USA 2 year ago
  • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 2 year ago
  • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 3 year ago
Home » Gujarati Poem » ગોદડિયો ચોરો. મચ્છરોની મહાપંચાયત.

ગોદડિયો ચોરો. મચ્છરોની મહાપંચાયત.

2014-5-13 | Posted by Hetal Patel |

ગોદડિયો ચોરો. મચ્છરોની મહાપંચાયત.

By Hetal Patel

ગોદડિયો ચોરો. મચ્છરોની મહાપંચાયત.gujarati poem, Godadiyo choro, mosquito-conference
આજે દૈનિક પેપર વાંચવા હાથમાં લીધું તો એક સવિનય
 
વિજ્ઞપ્તિ સાથેનું એક રંગબેરંગી ચોપાનિયું એમાંથી સરી
 
પડ્યું જોયુ તો એ જાહેર ખબર હતી.એમાં મથાળે લાલ
 
(લોહી) અક્ષરોથી નીચે મુજબની ચોપાઇ હતી.
 
 “ગંગા તટકે ઘાટ પે ભઇ મચ્છરોંકી  ભીર (ભીડ)
 
કોન પીયેગા કબ પીયેગા કીસકા રુધિર (લોહી)”
 
 “સર્વ મચ્છર મિત્રોને  ગંગા તટે વારાસણી (કાશી)માં  એક જાહેર
 
પંચાયત બોલાવવામાં આવી છે. એમાં કેટલાક પ્રસ્તાવિત કાયદા
 
પસાર કરવાના છે.”
 
ગુન ગુન ગુન એવા ગણગણાટ ને હોંકારા પડકારા કરતા હજારોની
 
સંખ્યામાં મચ્છરોની જબરજસ્ત સભા ગંગા તટે ભરાઇ છે.
 
એટલામાં જાહેરાત થઇ કે સાંભળો સાંભળો મચ્છર મિત્રો સાંભળો……
 
” ગુન ગુન ગુન કરનેવાલે ભયંકર જાત જાતનાં  ભાતભાતનાં લોહી
 
ચાખી ચુકેલા લોહીપીવેશ્રર લોહીતરસ્યાધિપતિ રાજમાન રાજેશશ્વ્રર
 
મચ્છરાધિપતિ શ્રીમાનશ્રી મનુ મચ્છર પધાર રહેં હૈ.!”
 
મનુ મચ્છરે ગાદી સંભાળી ને માઇકમાં પગ વડે ટકોરામારી ગુન ગુન કર્યું.
 
” હે મારા સુજ્ઞ મચ્છરો ને મચ્છરાણીયો આજ કાશીમાં વિશાલ સભાની હાજરી
 
જોઇ મારી પાંખો ફર ફર ફફડી ઉઠે છે. સર્વે એકી સાથે ગુન ગુન અવાજ કરી
 
મહાદેવ શંકર ને મા ગંગાનો જયકાર બોલાવો”
 
મચ્છરોએ ગુન ગુન અવાજ સાથે પાંખો ફફડાવી હાજરીનો એહસાસ કરાવ્યો.
 
મચ્છર દિવાન શ્રી ડંખીલા કરડેશ્વર કહે સહુ મચ્છર ભાઇઓ છેલ્લા દશ દિવસનો
 
પોતાનો હેવાલ વિગતવાર રજુ કરે.
 
એક નવોદિત અતિ ઉતસાહી મચ્છર કહે “મહારાજ જયારથી ભારતમાં ચુંટણીની
 
જાહેરાત થઇ છે ત્યારથી દરેક પ્રદેશમાં માહોલ ગરમાયો છે . પોતાના પક્ષના
 
કાર્યકરો બીજા પ્રદેશમાં જાય છે તો અવનવા લોહીનો સ્વાદ માણવા મળે છે.”
 
બીજા એક અનુભવી મચ્છરે પોતાની વાત રજુ કરતાં કહ્યું કે “મહારાજ આજે
 
જે સ્થળે બેઠા છીયે ત્યાંથી ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર અને આપના
 
ટોપેશ્વર મફલેશ્વર કેજરીવાલ ને કોંગ્રેસનાં અજયરાય ચુંટણી લડે છે એટલે
 
આખા ભારતમાંથી બધા પક્ષોના ટેકેદારો વારણસીમાં ઉતરી પડયા છે.”
 
એક વડિલ મચ્છરે કહ્યું જુઓ ” આ સમાજવાદીઓનું નિશાન સાયકલ છે .
 
એટલે એને કરડીયે તો આપણા દાંત તુટી જાય એટલે અમે તો મુલાયમ
 
જેવા ફુલ્યા ફાલ્યા કાર્યકરોને કરડી એમનું લોહી પીયે છીએ.”
 
બીજા વડિલ મચ્છરે રજુઆત કરી કે ” બહુજન સમાજવાદી પાર્ટીનું નિશાન
 
હાથી છે એટલે એના કાનમાં ગુન ગુન કરી ચીડવીએ છીએ. જ્યારે મેડમ
 
માયાવતી જેવાં અનેક કદાવર નેતાઓ ફુલ્યાં ફાલ્યાં છે એમનું લોહી ચાખીયે.”
 
એક યુવા મચ્છરે કહ્યું ” જુઓ ભાઇઓ આપવાળા કેજરીવાલ ઝાડુ લઇને ફરે છે
 
જો એ વારણસી ને ગંગાની સફાઇ કરશે તો આપણા નિવાસ સ્થાનની જબરી
 
સમસ્યા ઉભી થશે એટલે એમના કાર્યકરો જે દિલ્હીથી આવ્યા છે એવડા એમને
 
જોરદાર કરડીને એ ભાગી જાય એવો પ્રયત્ન કરીયે છીએ.”
 
બીજા અનુભવી મચ્છરે પોતાની વિતક કથા રજુ કરતાં કહ્યું “આ કોગ્રેસવાળાનું
 
નિશાન હાથનો પંજો છે. મારા વા’લાઓને કરડવાની મજા આવે છે. પરંતુ
 
કોઇક વાર એમના લોહીમાં કોલસા સિમેન્ટ કે અન્ય પ્રકારની સુગંધ આવે છે.
 
મારા બેટા વારંવાર કરડીયે છીએ તો હાથના પંજાની ઝાપોટ મારી આપણા
 
બંધુઓનું અચ્યુતમ કેશવમ કરી યમસદન પહોંચાડી દે છે. એટલે એમના જ
 
કાર્યકરોને કરડી અમે જેમ બને તેમ વધુ લોહી પીએ છીએ.”
 
એક અતિ ઉત્સાહી યુવા મચચ્છરે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “આ ભાજપના
 
નરેન્દ્રભાઇ ગંગા સફાઇ અભિયાન કેરું વચન આપે છે તે આપણા મચ્છર સમાજ
 
માટે અનુકુળ નથી કેમ કે ગંગા સફાઇ થાય તો આપણે રહેવા ક્યાં જવું.”
 
બીજા વડિલ મચ્છરે કહ્યું “ભાઇ ટાઢો પડ એમ આકરો થા મા. ભાઇ વચન એ
 
તો મત ઉઘરાવવાનું અમોઘ શસ્ત્ર છે. એમ તો રામ મંદિર ગરીબી હટાવો ૩૭૦
 
કલમ રામ રાજ્ય ભષ્ટાચાર મુકત ભારત આ બધાં વચનો ક્યં પુરાં થયાં છે.”
 
બીજા એક લોહી પીવશ્ય અનુભવી મચ્છરે કહ્યું ” જુઓ ભાઇઓ આજ દિન સુધી
 
આપણે કાશીમાં સાધુ સંતો બાવાઓ અને જાત્રાએ આવનારના લોહીથી કામ
 
ચલાવતા હતા પન આ ચુંટણીના માહોલમાં આપ સહુને એક અનન્ય અનેરો
 
અવસર પ્રાપ્ત થયો છે એની મજા માણી બસ એક જ ધ્યેયથી તુટી પડો.ને
 
બસ વઘુમાં વધુ જેટલું પિવાય એટલું લોહી પીવો.”
 
“મચ્છરાધિપતિ મનુ મચ્છરે પ્રમુખસ્થાનેથી ભાષણ ભરડતાં કહ્યું કે મારા વહાલાં
 
મચ્છરો ને મચ્છરાણીઓ જુઓ આ ચુંટણીમાં ભારત ભરમાંથી કાર્યકરો આવ્યા છે
 
તો તમને પંજાબી ગુજરાતી મરાઠી કર્ણાટકી હિમાચલી બિહારી હરયાણવી બંગાળી
 
એમ જુદા જુદા પ્રાંતના સ્વાદવાળું લોહી પીવા મળશે .”
 
“આ વખતે ઘણા એન.આર.આઇઓ પણ બનારસ (કાશી-વારસણી)માં ઉતરી પડ્યા
 
છે એટલે તમને બર્ગર પીઝા ને ચીઝનું મિકસ લોહી પીવા મલશે . માટે  આનંદો
 
એક સંદેશ ગાંઠે બાંધી આ દરેક પક્ષના કાર્યકરોનું લોહી પીવાય એટલું પીવો”
 
>>>>>>>>>...  કેમકે .… >>>>>>>>>>>>>>>>>>>>>>>
 
“ આ બધાય નેતાઓ ચુંટાયા પછી પાંચ વર્ષ જનતાનું લોહી જ પીવાના છે.”
 
 
ગાંઠિયો=
 
સતા સુંદરી ઇસ કદર ભાયી કે
 
મા કિ વંદના ભી રાશ ના આયી
 
જીસકો ગા ગા કર હમારા કંઠ થકા
 
વો વંદે માતરમ હમારા રાષ્ટ્રગાન ન બન શકા !!!!!!
 
=======================================
 
સ્વપ્ન જેસરવાકર...(કેલિફોર્નિયા..અમેરિકા)

 

 

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

info
  • tweet


: Poor : OK : Average : Excellent : Exceptional

CAPTCHA image - Can't read it?

(Terms & Conditions)

Don't worry. We never use your email for spam.


Recent Comments

  • Facebook Comments

Gujarati Poem

Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]

info
  • Gujarati Poem

    Gujarati Poem

    4 December 2025 | 48242 views |
  • Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

    4 December 2025 | 33955 views |
  • Jay Jay Garvi Gujarat

    Jay Jay Garvi Gujarat

    4 December 2025 | 33152 views |
  • ગુરુ પૂર્ણિમા

    ગુરુ પૂર્ણિમા

    4 December 2025 | 79545 views |
  • Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

    4 December 2025 | 17834 views |
  • ગૌરવ કથા ગુજરાતની

    ગૌરવ કથા ગુજરાતની

    4 December 2025 | 14401 views |
  • ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

    4 December 2025 | 7717 views |
  • મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ તો માઝા મેલી.

    4 December 2025 | 9820 views |
  • ફક્ત વચનની જરૂર

    ફક્ત વચનની જરૂર

    4 December 2025 | 5695 views |
  • દુનિયાના દેશોનો સમન્વય

    દુનિયાના દેશોનો સમન્વય

    4 December 2025 | 5053 views |
  • મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

    1 May 2013 | 6926 views |
  • Manmohan darshan aape

    Manmohan darshan aape

    4 December 2025 | 4947 views |
  • નહેરુ થી નરસિહ સુધી

    નહેરુ થી નરસિહ સુધી

    4 December 2025 | 7727 views |
  • પડકાર કરો

    પડકાર કરો

    4 December 2025 | 7310 views |
  • વડાપ્રધાનો ના વિશેષણો

    વડાપ્રધાનો ના વિશેષણો

    4 December 2025 | 7233 views |
  • કરામત છે

    કરામત છે " ક" ની અમેરિકામાં

    4 December 2025 | 5318 views |
  • Gujarati Sher

    Gujarati Sher

    4 December 2025 | 8080 views |
  • સ્વર્ણિમ ગુજરાત - 2010

    સ્વર્ણિમ ગુજરાત - 2010

    4 December 2025 | 6995 views |
  • ભારત માતાની સ્તુતિ

    ભારત માતાની સ્તુતિ

    4 December 2025 | 5492 views |
  • ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

    4 December 2025 | 7346 views |
  • ગરવા ગુજરાતને ગજાવો

    ગરવા ગુજરાતને ગજાવો

    4 December 2025 | 5748 views |
  • ભારતની ગૌરવ ગાથા

    ભારતની ગૌરવ ગાથા

    4 December 2025 | 10340 views |

Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.