અમારા ચુંટેલા અમને નડે છે- Amara Chutela Amne Nade Chhe

4.29 stars - 286 reviews

અમારા ચુંટેલા અમને નડે છે

====================================
ચુંટણીમાં શીરા - પુરીની પંગત જમાડી,
પૈસા કપડા વહેચી ને દારૂ પીવડાવી,
મતો ઉઘરાવી ને દિલ્હી દોડે છે,
અમારા ચુંટેલા અમને નડે છે .
અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી,
એક બીજાને આક્ષેપોથી નવડાવી,
રેલીમાં કે સભામાં પથરા પડે છે
અમારા ચુંટેલા અમને નડે છે
ચુંટાયા પછી સુરત (મોઢું) ના દેખડી
ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી,
પાચ વર્ષે લોકો પાછળ પડે છે ,
અમારા ચુંટેલા અમને નડે છે.
મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી ,
અનામત માટે લોકોને લડાવી,
અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે,
અમારા ચુંટેલા અમને નડે છે
રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી
ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી ,
એ ખૂણે-ખાચરે શોધ્યા ના જડે છે ,
અમારા ચુંટેલા અમને નડે છે .
ચુંટાયા પછી એ મહેલમાં પહોચી,
કુટુંબ સાથે પરદેશના ચક્કરો કાપી
એ વેતન અને ભથ્થા માટે લડે છે ,
અમારા ચુંટેલા અમને નડે છે
રાહુ અને કેતુ તો સૌને નડે છે ,
પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે ,
"સ્વપ્ન " વ્યથિત અંતર રડે છે ,
અમારા ચુંટેલા અમને નડે છે
(મિત્રો આ વિચાર અને કવિતા નવ નિર્માણ અને કટોકટી ના સમય ની છે )
સ્વપ્ન જેસરવાકર

Post/View Comment