અમેરિકાની ઝાંખી - America ni Zankhi

4.29 stars - 286 reviews
અમેરિકા થી ભારત એક પત્ર
અમેરિકાની ભૌતિક સુવિધાઓ= ઉચ્ચારો=પદ્ધતિઓ સ્ટોરો= અણુશસ્ત્રો =
જોવાલાયક સ્થળો =શહેરો=બેકારી-શાસન પદ્ધતિ= તેમજ મંદિરો અને
ભક્તિભાવનું વર્ણન કરતો પત્ર .......

અમેરિકા ની ઝાંખી

(રાગ .............. આંધળી માં નો કાગળ ..............)

અમેરિકા છે અજાયબ ધરતી , વિશ્વ મહાસત્તાનો ખંત ,
એવી ભૌતિકતાની ધરતી પરથી, ગોવિંદ લખે ખત ,
ભત્રીજો મારો જેસરવા ગામે
દીપેશ ચીમનભાઈ નામે.
કોમ્પુટરરાઈઝ પદ્ધતિ બધી જગ્યાએ જોવા જાણવા જેવું,
રણગાડી-વિમાનો-રડાર- ને મિસાઈલ એ અચરજ કેવું,
આ તો અણુશસ્ત્રોનો ખજાનો,
માનવી તમે માનો યા ના માનો .
આ દેશમાં પેટ્રોલ બળે ને , પાણીની જેમ મોટર ફરે ,
આખો દિવસ એ ગાડીમાં ફરે ને પછી એ વોકીગ કરે,
માઈલ ને એ માયલ કહાવે
. ઓઈલ ને એ ઓયલ ગણાવે.
સ્વીચો ઉધી , રસ્તા ઉધા અવળા છે દિન અને રાત,
મેટ્રિક પદ્ધતિ દુનિયામાં આવી, આણે ના માની વાત
હજુ પણ પાઉંડ , રતલ ચાલે,
ગેલન - ઔસને એ ના ભુલાવે.
રાલ્ફ -આલ્બર્ટસન - આલ્ફબીતા - વિવા ને છે લકી ,
દરેક વસ્તુ પેકેટમાં જ મળે ને છાપેલા ભાવજ નક્કી ,
ટાર્ગેટ - માર્વીન્સ - ને સિયર્સ
પ્રાઇસ ક્લબ ને હોમ ડીપો સ્ટોર્સ .
પટેલ બ્રધર્સ -ઇન્ડિયા ફૂડ ને ગીફ્ટ , ગણેશ ગ્રોસરી કહેવાય,
પાયોનીયર પર સુરતી ફરસાણ ને કેશ એન્ડ કેરી ના ભૂલાય ,
અર્ટેશિયામાંતો લીટલ ઇન્ડિયા દેખાય
જયાં સાડી-ઝવેરાત ને મીઠાઈ વેચાય .
રાધાકૃષ્ણ- અક્ષર પુરશોતમ- ને માલી બુ નું મંદિર જણાય
આઈ, એસ .એસ ઓ થકી નવું સ્વામીનારાયણ મંદિર બંધાય .
ભક્તિભાવ ને ઉત્સવમાં રસ અનેરો,
ગરવો ગુજરાતી વેપાર-ગરબામાં શૂરો
દુરથી ડોલર ચકરડા જેવો ને એક ના ત્રીસ દેખાય
પણ ડોલર લેતા દમ પડે છે અહી ચીસ પાડી જવાય
અહી પણ છે બેકારોની મુશ્કેલી ,
વિશ્વ મંદીની જાણે ચઢી છે હેલી.
મેજિક-માઉન્ટએન , ડિઝનીલેન્ડ ને SANફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ
ન્યુજર્સી, શિકાગો, બોસ્ટન , અલાસ્કા ને હવાઈ ટાપુ ના છે બેટ,
ન્યુયોર્કમાં છે સ્વાતંત્ર્ય દેવીની પ્રતિમા
લોસ એન્જલસની છે અનેરી આભા .
વોશિગ્ટન ડી.સી . માં છે વાઈટ હાઉસ પ્રમુખ શ્રીનું ધામ
રિપબ્લિક અને ડેમોકેટ ના સેનેટરો માટે ચર્ચા નો મુકામ.
આવી છે અમેરિકા દેશની ઝાંખી,
"સ્વપ્ન " ને કોઈએ પાંખો આપી.

મિત્રો ૪ જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન છે માટે મુકું છું.
આ ગીત જાન્યુઆરી ૧૯૯૨ માં લખેલ છે

ભારતની ગૌરવ ગાથા ઓગષ્ટમાં મુકીશ .તે ગીત ફેબ્રુઆરી
૧૯૯૨ માં લખેલ છે.

સ્વપ્ન જેસરવાકર

Post/View Comment