શ્રી રામ ચરિત માનસ

4.29 stars - 286 reviews

ભારતીય સંસ્કૃતિ અને રામ કથાનો ઝંડો જગત આખામાં પ્રસરાવનાર એવા
સંત શ્રી પૂજ્ય મોરારી બાપુના પુનીત ચરણોમાં અર્પણ.

રામ કહે સુખ ઉપજે ને, કૃષ્ણ કહે દુઃખ જાય,
મમત છોડી હરિ ભજે, સર્વે દુઃખ દુર થાય.
ચરણ કમળ પખાળીને, પ્રભુની પૂજા થાય,
રિધ્ધિ સિદ્ધિના દેવતા, શ્રી ગણેશ પ્રથમ પૂજાય.
તમો ગુણ છોડીએ તો, પ્રભુ પાસે આવી જાય,
મારું તારું મુકીએ તો , જ રામ રાજ્ય સ્થપાય.
નથી કોઈ કોઈનું સંસારમાં,જીવન મિથ્યા જાય,
સર્વેમાં રામ જુએતો,રામચરિત માનસ સફળ થાય.

આ કવિતા સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની રાધા કૃષ્ણ મંદિર ( નોર્વોક=કેલીફોર્નીયા )
૧૯૯૧ મા યોજાએલી કથા દરમ્યાન લખી હતી...( ઓગષ્ટ = ૧૯૯૧ )

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

Post/View Comment