સફાઈ શિબિર. ખંભાત.

4.29 stars - 286 reviews

( જીલ્લા=તાલુકા=ગામ મળીને ગ્રામ સફાઈ અને આરોગ્ય શિબિર
યોજાતી.કોલેજના યુવાનો સાથે શિક્ષકો-તલાટી -ગ્રામ સેવકો મળીને
૨૦૦નું ગ્રુપ ટુકડી વાર કામ કરતુ. શિબિર દરમ્યાન પ્રભાત ફેરી -
પ્રાર્થના-સફાઈ-નિર્ધૂમ ચુલા-બાળકો-પશુઓ ની તન્દુરસ્તી હરીફાઈ
વાનગી-મકાન અને છેલ્લે મહોલ્લા હરીફાઈ યોજાતી. ૧૦ દિવસ
દર વર્ષે ડીસેમ્બર છેવાડાના ગામમાં આ શિબિર યોજાતી.સમગ્ર
શિબિર દરમ્યાન ગાંધી વિચારસરણી પ્રમાણે કામ કરવાનું રહેતું.
મેં ૨૫ શિબિરમાં ભાગ લીધો અને ૧૨માં શિબિર સંચાલક તરીકે કામ કર્યું છે.)

તાલુકપંચાયતને એન.એસ.એસની શિબિર દર વર્ષે યોજાય,
ખંભાત તાલુકાની "સફાઈ શિબિર" રાજ્યભરમાં વખણાય.
વૈધ સાહેબના રાત દિવસ વ્યવસ્થા ને આયોજનમાં જાય,
ટી.ડી.ઓ, જોશી, વિઠ્ઠલભાઈ અને વિષ્ણુભાઈને દોડાદોડી થાય.
જુદાં જુદાં ગામોમાં નિર્ધૂમ ચુલા ને પાણીયારા જ ચણાય,
વિવિધ વિકાસ તણા કામો સાથે ગ્રામ સફાઈ પણ થાય.
રોજ સવારે પ્રભાતફેરી ને પાર્થના પછી ચા- નાસ્તો જ થાય,
મહોલ્લાઓની સફાઈ કરતા કરતા દબાણો પણ હઠાવાય છે.
બપોરના ભોજન પછી ગમ્મત-ગપાટા સાથે આરામ થાય છે,
બાળ-આરોગ્ય, પશુ -વાનગી સહ મકાન હરીફાઈ યોજાય છે.
રોજ રાત્રીના સંસ્કાર કાર્યક્રમથી ગ્રામ સુધારણા થાય છે,
દારૂ-દહેજ-અને અંધશ્રધ્ધા છોડી મહેનતુ થવા હાકલ થાય છે.
ડાહ્યાભાઈ-ધીરજલાલ અને મોહનભાઈ- રાવલની જોડી થાય છે,
ઘણા તલાટી-ગ્રામસેવક-શિક્ષકો સાથે કોલેજીયનો જોડાય છે.
મહોલ્લા હરીફાઈમાં સામૈયા સાથે સૌનું સ્વાગત થાય છે,
દેશમુખ- નિકેતન-સથવાવાલા સાથે નિર્ણાયકો જોડાય છે.
ઇનામ વિતરણ પછી હારતોરાથી સહુને વધાવાય છે,
શિબિરના "સ્વપ્ન" સાથે શિબિરાર્થીઓ ઘેર જાય છે.

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

Post/View Comment