જિંદગી કોણે બગાડી

4.29 stars - 286 reviews

જિંદગી કોણે બગાડી..

( રાગ-= ઝટ જાવો ચંદન હાર લાવો..... ( ફિલ્મ= અખંડ સૌભાગ્યવંતી )

સાંભળ મારા ઘરની રખેવાળ રે .... જિંદગી કોણે બગાડી.........
કહું તને મારા મનનો ઉકળાટ રે .... જિંદગી કોણે બગાડી.........
પરણ્યા પહેલાં તમે લાગતાં સીતાજીનો અવતાર,
હવે લાગો છો તમે, માજી કાલકાનો સાક્ષાત્કાર ,
થાય છે રોજ મોતનો રણકાર રે .... જિંદગી કોણે બગાડી...........
મારું ચાલે તો તમને રોજ , મોતીડાથી વધાવું,
સોના ચાંદીના દાગીના , જોઈએ એટલા અપાવું,
પણ વધ્યો છે બાળકોનો ભંડાર રે .... જિંદગી કોણે બગાડી...........
હું એક જ સાંધુ છું ત્યાં તો, તેર જ તૂટે છે,
તેલ લાવું છું હું ઘરમાં, ત્યાં મોરસ ખૂટે છે,
ખૂટી પડી છે તો ડબલામાં દાળ રે ....જિંદગી કોણે બગાડી..........
વર્ષે વર્ષે બાબલા વધે ને વધે નહિ પગાર,
આમ તેમ કરી ઘર ચલાવું, લાવું છું ઉધાર ,
ને પાછુ રહેવું તો છે અમદાવાદ રે.... જિંદગી કોણે બગાડી.........
બાવો બની જાઉને, પૂરું કરું જ મારું "સ્વપ્ન"
તને સમજાવીને થાક્યો, હવે કરવું છે ભજન,
કાઢું હું તો હવે બહુરુપીનો વેશ રે.... જિંદગી કોણે બગાડી.........

" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ)

Post/View Comment