જિંદગી મારી બગાડી રે.

4.29 stars - 286 reviews

જિંદગી મારી બગાડી રે.........

શ્રીમતીજી કહે શ્રીમાંનાજીને

( રાગ == ઝટ જાવો ચંદન હાર લાવો==( ફિલ્મ- અખંડ સૌભાગ્યવંતી)

અરે ઉઠો મારા બાબલાના બાપ રે ........ જિદગી મારી બગાડી રે...
મેં તો ધાર્યું કે સોને શણગારશો રે ......... જિંદગી મારી બગાડી રે...
મને સોને મઢાવશો ને, પછી લડાવશો લાડ ,
આવું બધું કરશો ને , માનીશ તમારો પાડ,
તેથી જ મેં કર્યો તમારો સંગાથ રે ....... જિંદગી મારી બગાડી રે...
પરણ્યા પહેલા તો રોજ , લખતા પત્ર વારંવાર,
વહાલી ને પ્રિયે, પ્યારી , એવું લખતા અપરંપાર ,
કહેતા જપું તારા જ નામની માળા રે....... જિંદગી મારી બગાડી રે....
મેળામાં તમે મહાલતા ને ચકડોળનો કરતા ચમકાર ,
મને પણ સાથે ઘુમાવતા, ને લેતા ભેલપૂરીનો સ્વાદ ,
હવે કયાં ગયો મેળાનો રણકાર રે.......... જિંદગી મારી બગાડી રે..
દેવાનંદનો વહેમ રાખતા ને જોતા પોકેટમાર,
મને કહેતા કે તું તો છે વૈજ્ન્તીમાલાનો અવતાર,
હવે કેમ કહો છો શિકારી વાઘણ રે......... જિંદગી મારી બગાડી રે...
સાસુ ,સસરા મને ગમે જ નહી નણંદ તો લગાર,
જુદા તો આપણે જ રહીશું, છોને ટુંકો પગાર,
મારે તો જોઇશે હાંસડીને હાર રે .......... જિંદગી મારી બગાડી રે...
પફ, પાવડર ને લાલી વિના ચાલે નહિ લગાર,
ગાડી અને નોકર ચાકર વિના નહી જાઉં બહાર,
ભલે ને માથે થયા સોનેરી વાળ રે....... જિદગી મારી બગાડી રે......
સરી ગયાં છે "સ્વપ્ન " મારા ને નથી ભલીવાર,
તમારાથી છુટવા ના મને ઉભરાયા કોડ હજાર,
હે મેં ' તો માન્યાં છે સોળ સોમવાર રે......જિંદગી મારી બગાડી રે....

" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ )Tags: જિંદગી...., સ્વપ્ન...

Post/View Comment