ભજન: હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે

4.29 stars - 286 reviews

હું ગાંડો નથી રે , હું ઘેલો નથી રે.....

પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. ભક્તો ભગવાનની પૂજા કરે છે. તે વેળા
ભક્તોના મન જાણી ભગવાન શું કહે છે તે અંગેનું એક ભજન ...

હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે.
કોઈનો છેતર્યો છેતરાઉ એવો ભોળો નથી રે, હું ગાંડો નથી રે...
ચાર પાંચ પુષ્પો લઇ મંદિરીયે આવે,
લોટરી લાગે એની માનતાઓં મનાવે,
એવા પાંચ ફુલે પાંચ લાખ દેતો નથી રે, હું ગાંડો નથી રે.....
સાચી ને ખોટી મારી ફિલ્મો બનાવે,
ભોળા ભક્તોને મને જોવા લલચાવે,
એવા બાર આના ભાવમાં હું સસ્તો નથી રે,હું ગાંડો નથી રે....
મારા બનાવેલા મુજને જ બનાવતા,
ગર્ભમાં દીધેલા કોલને જ ભુલાવતા,
પણ વખત આવે હું કોઈને છોડતો નથી રે,હું ગાંડો નથી રે.....
કળીયુગના કાળમાં ભક્તોની સાથ છું,
ભક્ત મંડળની ગાડીમાં હું જાઉં છું,
પણ મારી ઓળખાણ કોઈને દેતો નથી રે, હું ગાંડો નથી રે......

રચયિતા : અજ્ઞાત
સંકલન : સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

Post/View Comment