ષષ્ઠીપૂર્તિ પ્રસંગે

4.29 stars - 286 reviews

મુક્તક

અમેરિકામાં આવો અવસર ફરી મળે ના મળે.
ષષ્ઠીપૂર્તિમાં લહાવો લેવાનો ફરી મળે ના મળે.
ગીત અને ગઝલથી ભરી લઉં મારું "આદિલ"
જીવનમાં "સ્વપ્ન" ને આવો મોકો મળે ના મળે .

( રાગ: == તને સાચવે સીતા સતી...... ( ફિલ્મ == અખંડ સૌભાગ્યવતી)


આજે અવસર રૂડો વર્તાય, હરખ હૈયે માતો નથી.
આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય, હરખ હૈયે માતો નથી.
અમદાવાદ નિવાસી ને ન્યુજર્શી વસ્યા ,
બીસ્મીલને પરણી ને ઉમંગે હસ્યા,
ગુલામનબીના આદિલ ગણાય, હરખ હૈયે માતો નથી....... આજે...
બતુલ-કોશર ને તસ્મીમાંની ત્રિપુટી મળી,
સરફરાઝ- અલી ઈમરાનની જોડી મળી,
મનના સુરોને મન્સૂરી કહેવાય, હરખ હૈયે માતો નથી. ......આજે...
સાલ ઓગણીસો છન્નું ને સાંજે શનિવારે,
મેં માસની અઢારમી ને સાત જ વાગે,
સ્ટીવન્સ હાઇસ્કુલમાં યોજાય, હરખ હૈયે માતો નથી........ આજે...
અહી પણ ઘણાયે મુશાયરા જ કીધા,
કાવ્યો અને ગઝલને ના મુરઝાવા દીધાં,
સાદા,સરળને નિખાલસ જણાય, હરખ હૈયે માતો નથી........આજે...
સાઈઠ વરસે પણ કાવ્યો રચતા રહ્યા,
વતનની યાદમાં કાયમ ઝૂરતા રહ્યા,
"સ્વપ્ન"ને યાદ ના વિસરાય, હરખ હૈયે માતો નથી...... આજે....

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
(તે સમયે ભારત આવવાનું થવાથી મુ.આદિલ મન્સૂરીજીને પોસ્ટથી મોકલાવ્યું હતું.)

Post/View Comment