એ જ સાચો કાયદો ... તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)

4.29 stars - 286 reviews

દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય,
લક્ષ્મી વર પરણશે વૃંદાને એતો કેવું અજબ જેવું કહેવાય.
સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ તો દ્વીપત્ની પદ સોહાય,
દેવોમાં વાદ વિવાદ ને ચર્ચા કેરો દોર ઘડી ઘડી થાય.
નારદ આમતેમ દોડે બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય,
હવે સમય ઘણો ઓછો રહ્યો કૈક નવા રસ્તાઓ વિચારાય.
સમગ્ર બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું હવે શો કરવો ઉપાય,
વિષ્ણુજી વિચારે ચડીયા સ્વર્ગના દેવોને કેમ સમજાવાય.
વિચારે ચઢી વિચરણ કરતા સામેથી નારદજી ભટકાય ,
નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય.
શોધી લાવું સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય,
“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય.
નેતાઓ ને જરૂર પડે તો ત્યાં કાયદા પણ બદલાઈ જાય,
 શીખી લઈએ તેમની પાસેથી તો સ્વર્ગ ભૂમિએ એવું થાય.
કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહી કયાંક દેખાય,
નહિતર ‘સ્વપ્ન’ને પૂછી જોઈએ કયાંકથી સરનામું મળી જાય.

Post/View Comment