ક્રાંતિકારી ઓગષ્ટ માસ

4.29 stars - 286 reviews

ક્રાંતિકારી ઓગષ્ટ માસ ....

( ૧ )
આવ્યો ઓગસ્ટ માસ, સાંભળો ને શું રે સાદ ,
ક્રાંતિકારી માસ આવ્યો, લાવ્યો શહીદોની યાદ .
જાગ્યો હતો આ માસે , હિન્દ છોડો લડતનો નાદ,
મળી આઝાદી ઓગસ્ટ માસે, એ વાત નિર્વિવાદ .

(૨ )
ધ્વજવંદન વિધિ થાયે, ધ્વજ ને સલામી અપાય,
શાળા, મકાન, કચેરી શણગારાયે, રાષ્ટ્રગીત ગવાય.
રાષ્ટ્ર જોગ પ્રવચન થાય, સર્વત્ર દેશભક્તિ સર્જાય,
લશ્કરની પરેડ સાથે, ટેંક, મીસાઈલ્સનું પ્રદર્શન થાય.

( ૩ )
શાળા કોલેજોમાં હરીફાઈ થાય, દેશભક્તિ ગીતો ગવાય,
સવારના કાર્યક્રમો યોજાય, સાંજના નાટકના સાજ સજાય.
શાળા પુરતો કાર્યક્રમ રહ્યો, ભાષણ, વચન કાર્યક્રમ કહેવાય,
કોઈ જ યાદ કરે શહીદોને, તેમને પણ વાક્યમાં જ યાદ કરાય.

(૪)
આજે દેશભક્તિની ક્યાં વાત, બધે ગાળા ગાળી થાય છે,
સંસદ ને વિધાન ગૃહો પહેલવાનોના અખાડા દેખાય છે.
ભાઈ તમે પહેલવાનો તો કેમ અંગ રક્ષકો જ રખાય છે.
પ્રજાના પૈસે તાગડધીન્ના, પગાર વધારામાં એક થાય છે.

(૫)
ગાંધી,સરદાર, જવાહર,મોંલાના હર ઓગષ્ટે ભેગા થાય છે,
દેશની બેહાલી, દુર્દશા, ભ્રષ્ટાચારની ચર્ચાઓ પણ કરાય છે.
પેલો ચર્ચિલ અને વિલાયતીઓ મેણાં ટોણાં મારી જાય છે,
અમને લુંટારા,ચોર ડાકુ કહેતા,જુઓ તમારા કેવા દેખાય છે.

(૬)
ઓ નાલાયકો સુધરો જરા, સ્વર્ગમાં પણ તમારી ચર્ચા થાય છે,
જનતા હવે વાયદા વચનો સમજી છે, સમયની રાહ જોવાય છે.
સંતાવાનો સમય આવશે ને, મોઢું કાળું થશે જ સંજોગ સર્જાય છે,
શહીદોની કુરબાની એળે નહી જવા દેવાનો જ સંકલ્પ કરાય છે.

" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ )

Post/View Comment